ભાષા ક્ષમતા


      આ વિભાગમાં બાળકોમાં ગુજરાતી ભાષાની ક્ષમતા વિકસે તેવું સાહિત્ય મૂકવામાં આવશે.ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ અને લેખન કૌશલ્ય વિશે ખૂબ જ સરળ ભાષામાં સમજૂતી અપાશે.  

.          ૧. શબ્દોના અર્થભેદ
.          લેખન: હરિ પટેલ (આચાર્ય)
      બાળમિત્રો, ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે.આપણી આ પ્રિય ભાષામાં વપરાતા કેટલાક એવા શબ્દો વિશે જાણીએ કે શબ્દના ઉચ્ચાર કે જોડણીમાં સહેજ ફેરફાર કરીએ તો શબ્દનો અર્થ જ બદલાઇ જાય છે.
       ઉદાહરણ તરીકે પાણી ને બદલે પાણિ લખાઇ જાય તો જળ ને બદલે હાથ થઇ જાય. તો આવો બાળમિત્રો, આવા કેટલાક શબ્દોનો આપણે પરિચય મેળવીએ,તેના અર્થને જાણીએ અને એ રીતે આપણું ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ વધારીએ.

ક્રમ
શબ્દો
અર્થ
પાણી
જળ

પાણિ
હાથ
ગજ
હાથી

ગંજ
ઢગલો
આર
કાળજી

આળ
આરોપ
દિન
દિવસ

દીન
ગરીબ
પહેલા
પ્રથમ

પહેલાં
અગાઉ
વધુ
વધારે

વધૂ
વહુ, પત્નિ
પુર
શહેર, નગર

પૂર
નદીનું પૂર
પ્રસાદ
કૃપા

પ્રાસાદ
મહેલ
સમ
સમાન, સરખું

શમ
શાન્તિ
૧૦
રગ
નસ, નાડી

રંગ
કલર
૧૧
ચિર
લાંબો સમય

ચીર
વસ્ત્ર, કાપડ
૧૨
સત
સત્ય,સાચું

સંત
સાધુ, ભક્ત
૧૩
ગુણ
સ્વભાવ

ગૂણ
અનાજ ભરવાનો કોથળો
૧૪
ખર
ગધેડો

ખળ
લુચ્ચો
૧૫
ટુક
ટુકડો

ટૂક
ટોચ, શિખર
૧૬
સુત
પુત્ર, દિકરો

સૂત
સૂતર
૧૭
અહિ
સાપ

અહીં
અહિયાં
૧૮
સુરત
એક શહેરનું નામ

સૂરત
ચહેરો
૧૯
અંશ
ભાગ

અંસ
ખભો
૨૦
રવિ
સૂર્ય

રવી
શિયાળું પાક
૨૧
ભવન
મકાન, ઘર

ભુવન
જગત, વિશ્વ
૨૨
શૂર
પરાક્રમ,જુસ્સો

સૂર
અવાજ
૨૩
સાલ
વર્ષ

શાલ
ઊનનું ઓઢવાનું વસ્ત્ર
૨૪
અનલ
આગ

અનિલ
પવન
૨૫
ગાડી
મોટર

ગાંડી
અસ્થિર મગજની,
પાગલ સ્ત્રી








No comments:

Post a Comment