Tuesday, September 1, 2015

સામાન્ય જ્ઞાન ક્વિઝ - ૧


    (જનરલ નોલેજ)
 - લેખન : હરિ પટેલ (આચાર્ય)
દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરો. (દરેક સાચા જવાબ માટે 1 ગુણ છે.)
  1. પાંચાળીનાં પૂર્યા ચીર,પાંડવ કામ કીદ્યાં રે.. -આ પંક્તિમાં પાંચાળી શબ્દ કોને માટે વાપરવામાં આવ્યો છે ?
    (અ)  કુન્તી
    (બ)  દ્રોપદી
    (ક)  ગાંધારી
    (ડ)  સુભદ્રા
  2.  આગ્રામાં આવેલો તાજમહાલ કોણે બંધાવ્યો હતો ?
   (અ)  અકબરે
   (બ)  બીરબલે
   (ક)  શાહજહાંએ
   (ડ)  હુમાયુએ

  3. એફિલ ટાવર ક્યાં આવેલો છે ?
   (અ)  દિલ્લીમાં
   (બ)  મોસ્કોમાં
   (ક)  બર્લિનમાં
   (ડ)  પેરિસમાં
  4. બુલંદ દરવાજા ની ઊંચાઇ કેટલી છે ?
   (અ)  53 મીટર
   (બ)  45 મીટર
   (ક)   35 મીટર
   (ડ)   33 મીટર
  5. ઐતિહાસિક લાલકિલ્લો ક્યાં આવેલો છે ?
   (અ)  આગ્રામાં
   (બ)  ફતેહપુરમાં
   (ક)   દિલ્લીમાં
   (ડ)   જયપુરમાં
  6. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે ?
   (અ)  કમળ
   (બ)  ગલગોટો
   (ક)   ગુલાબ
   (ડ)   મોગરો
  7. ગુજરાતના કુલ જિલ્લાઓ કેટલા છે ?
   (અ)  23 જિલ્લા
   (બ)  43 જિલ્લા
   (ક)  33 જિલ્લા
   (ડ)  34 જિલ્લા
  8. કોને મૂળ હોતું નથી ?
   (અ)  કેળને
   (બ)  અમરવેલને
   (ક)   રાતરાણીને
   (ડ)   ચંપાને
  9. હાલો ભેરુ ગામડે  ગીતમાં આવેલા ભેરૂ શબ્દનો અર્થ શું થાય ?
   (અ)  ભોમ
   (બ)  દિવાલ
   (ક)  ભાઇબંધ
   (ડ)  ભાઇ
 10. રંગ રંગ વાદળિયાં બાળગીતમાં કોણ પોતાની વાત રજુ કરે છે ?
   (અ)  વાદળીઓ
   (બ)  દરિયો
   (ક)   નદીઓ
   (ડ)   આકાશનાં રંગો



ગુજરાતી સામાન્ય જ્ઞાન ક્વિઝ-૧

(જનરલ નોલેજ)

સાચા ઉત્તરો
પ્રશ્ન
ઉત્તર
પ્રશ્ન
ઉત્તર
1
6
2
7
3
8
4
9
5
10


                         

             આ ક્વિઝના સાચા ઉત્તરો આ માસની છેલ્લી તારીખે અપાશે.ત્યાં સુધી તમારા ઉત્તરો પ્રશ્નવાર કાગળ પર લખી રાખજો.કેટલા સાચા અને કેટલા ખોટા પડ્યા તેનું તમે જાતે જ મૂલ્યાંકન કરજો અથવા તમારા વાલી, ભાઇ-બહેન કે શિક્ષકની મદદ લેજો.ખોટા પડેલા ઉત્તરો સુધારીને યાદ રાખજો.જેથી તમારા સામાન્ય જ્ઞાનમાં વધારો થાય. તો છેલ્લી તારીખની રાહ જુઓ. 
        આપનો શુભેચ્છક - હરિ પટેલ (આચાર્ય)

No comments:

Post a Comment